આત્માની અંતિમ ઇચ્છા - ૯

(67)
  • 4.8k
  • 2
  • 2.3k

આત્માની અંતિમ ઇચ્છા ૯-રાકેશ ઠક્કરપ્રકરણ-૯ લસિકાએ પોતાને ઓળખતી ન હોવાની વાત કરી એ સાંભળી લોકેશ તો આભો જ બની ગયો. પોતે કોઇ અજાણી છોકરીની છેડતી કરી હોય એ રીતે લસિકા ગુસ્સે થઇ રહી હતી. આ એ જ લસિકા છે જેને જીવ જોખમમાં મૂકીને તળાવમાં ડૂબતાં પોતે બચાવી હતી? એ દિવસે પોતાની સાથે પ્રેમની વાતો કરનારી આ એ જ લસિકા છે કે બીજી કોઇ? જેના નામના જાપ જપતાં મારું દિલ ધડકી રહ્યું છે એ લસિકા મને આજે હડધૂત કેમ કરી રહી છે? જેની સાથે સાત જનમનો સંબંધ બાંધવાનું વિચારતો રહ્યો એ લસિકા સાથે આજે ઓળખાણ પણ રહી નથી? લોકેશના મનમાં અનેક વિચાર ઘૂમરાવા