ઘરે પહોંચતાં જ નેત્રિ જૈમિકને ફોન કરે છે અને કહે છે હું પહોંચી ગઈ છું શાંતિથી અને તમને ખૂબજ યાદ કરું છું. આખી મુસાફરીમાં મેં તમને એક પળ માટે પણ યાદ ના કર્યાં હોય એવું બન્યું નથી. બસ તમારા જ વિચાર અને તમારી એજ વગર કામની પણ મને હસાવ્યા કરતી બધીજ વાતો યાદ આવતી હતી. મને તો ખબર જ નથી પડતી કે આટલા ઓછા સમયમાં હું કઈ રીતે તમારી આટલી નજીક આવી ગઈ અને જોવા જાઉં તો મને તમારી આદત પડી ગઈ હોય એવું લાગે છે. આમ તો કોઈપણ વાતની આદત પાડવી