એક ભૂલ - 2

(27)
  • 6.2k
  • 3.8k

એક ભૂલ.. પાર્ટ 2 મીરા નક્કી કરેલ સ્થળ.. એક ગાર્ડનમાં પહોંચી ગઈ. નવ ને બદલે સાડા નવ વાગી ગયા હતા. મીરા આરવને શોધી રહી હતી. અચાનક પવન ની એક લહેરખી આવી. મીરાના હૃદયનાં ધબકારા વધી ગયાં. મીરાને એક અલગ પ્રકારનો અહેસાસ થવા લાગ્યો અને એ જાણતી હતી કે આરવ જ્યારે એની આસપાસ હોય ત્યારે જ એને આવું થાય અને તેણે પાછળ ફરીને જોયું તો સાચે આરવ તેની સામે ઊભો હતો. બે વર્ષ પછી અંતે તેણે આરવને જોયો. આરવને જોઈ તેને થયું કે સમય બસ અહીં જ થોભી જાય જ્યાં સુધી હું આરવ ના ચહેરા ને મારા મનમા ન ભરી લવ.