Dear પાનખર - પ્રકરણ - ૫

  • 3.3k
  • 1.3k

આકાંક્ષાએ ફોન કરીને શિવાલીને યોગિનીદેવીનું એડ્રેસ મોકલાવ્યું. નક્કી દિવસ અને સમય મુજબ શિવાલી એ જગ્યાએ પહોંચી ગઈ. આકાંક્ષાને આવવામાં સમય લાગે એવો હતો . આકાંક્ષા ની વાતો પરથી શિવાલી યોગિનીદેવીને મળવા ઉત્સુક હતી અને તેથીજ સમય વ્યર્થ કર્યા વગર સીધી યોગિનીદેવીને મળવા ગઈ. પરંતુ ત્યાંતો રત્નાબહેન બેઠા હતા ! " બેન, તમે અહીં ? કેમ છો બેન ? કેટલા વર્ષે મુલાકાત થઈ આપણી !!! " આશ્ચર્ય અને ખુશીનાં મિશ્ર ભાવથી શિવાલીએ પૂછ્યું. " તું કેમ છે ? અને ચંદ્રશેખર શું કરે છે ? મજા માં ને ? " રત્નાબહેને પૂછ્યું. ચંદ્રશેખરનું નામ‌ પડતાં જ શિવાલી નાં ચહેરા પર એકદમ‌ શૂન્ય ભાવ વ્યાપી ગયો