મંદબુધ્ધિ કોણ...? ભાગ-૬ ભાગ-૫માં આપણે વાંચ્યું કે સેજલનો રિપોર્ટ વાંચીને ડોક્ટર અમને સમજાવતા હતા તે સાંભળીને અમારી આંખોમાં આંસુ આવી ગયા...!! હવે આગળ... ડોક્ટરે અમને મેડિકલ લેન્ગ્વેજ સરળ ભાષામાં સમજાવતા કહ્યું, સેજલ પડી ત્યારે તેને જે ઇજા થઇ તે દરમ્યાન તેના મગજની કોઇ એક નસ દબાઇ ગઇ છે જેની અસર તેના મગજ પર પડી છે. જેનું પરિણામ એ આવશે કે સેજલના મગજ સુધી સંદેશાઓ મોડા પહોંચશે, તેની સમજણ શક્તિ મંદ પડી જશે. યાદ શક્તિ જતી રહે અથવા ઘટી જવા જેવા પણ પરિણામો આવી શકે છે. જેમ-જેમ મોટી થશે તેમ-તેમ માત્ર શારિરીક બાંધો જ મોટો થશે.