હમસફર આત્મા

(55)
  • 2.9k
  • 4
  • 1.3k

એક સરકારી બસ તાલાલા બસ સ્ટેશન ના પ્લેટફોર્મ ત્રણ પર ઉભી રહી. બસ મુંબઈ થી આવી હતી. બધા પેસેન્જર એક પછી એક ઉતરવા લાગ્યા. તેમાં થી એક પચીસ વર્ષનો યુવાન ઉતર્યો. હાથ માં એક સુટકેસ હતી ને બીજા હાથમા એક બેગ હતી. તે યુવાન તાલાલા વિસ્તારનો કે આજુ બાજુ ગામડાનો લાગી રહ્યો ન હતો. સાંજ નો સમય થવા આવ્યો હતો. બસ સ્ટેશનમાં ભીડ ના બરાબર હતી. એટલે ગણ્યા ગાંઠ્યા માણસો હતા. તે પણ છેલ્લી બસ ની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. થોડા માણસો આ યુવાન પર નજર રાખી રહ્યા હતા અને બધા ના મન એક સવાલ હતો.