દ્રષ્ટિકોણ - ચિંતા કે શંકા

  • 3.2k
  • 996

આજે ફરીથી મને ઑફિસથી આવતા મોડું થઈ ગયું અને હજી રસ્તામાંથી શાકભાજી પણ લેતા જવાનું હતું. કેટલું પણ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરું ગડબડ થઈ જ જતી અને કામ પણ ઓછું ના થતું. ફટાફટ શાકભાજી લીધા અને હું ઘર તરફ ચાલવા લાગી. થોડું ચાલી એટલામાં મારી મિત્ર મને મળી ગઈ. આજે એણે પણ ઘરે આવતા મોડું થઈ ગયું હતું એટલે એ પણ ઉતાવળમાં હતી.અમે વાત કરતા કરતા ઘર તરફ ચાલવા લાગ્યા. એ થોડા ટેન્શનમાં લાગતી હતી એટલે મેં એને પૂછ્યું, " શું થયું? તું કંઇક ટેન્શનમાં લાગે છે."એ પહેલાં તો કઈ ના બોલી પણ એના હાવભાવ જોઈ મે ફરીથી પૂછ્યું અને આખરે