લાલની રાણીનું આધારકાર્ડ - 3

(38)
  • 4.2k
  • 1
  • 2.1k

પ્રકરણ ત્રીજું /૩ હજુ રણજીત જવાબ આપવા જાય ત્યાં જ ભાનુપ્રતાપનો કોલ આવતાં બોલ્યા‘ક્યાં છો તું?’ભાનુપ્રતાપના ટોન પરથી લાગ્યું કે તે કંઈક ગુસ્સામાં છે. એટલે સ્હેજ ગભરાતાં રણજીત બોલ્યો, ‘આ.. આ.. રીયો અહીં જ બેઠો છું. એ મારી સાથે જ છે. પેલી વાત કરી હતીને..’ રણજીતનું વાક્ય કાપતાં ભાનુપ્રતાપ અકળાઈને બોલ્યા, ‘તું એને લઈને જલ્દી આવ અહીં મારી ઓફિસમાં ફટાફટ.’‘હા.. હા.. બસ આઘડીએ આયવો. કેમ કંઈ થયું સાહેબ? ચિંતા કરતાં રણજીતએ પૂછ્યું.‘હા, ફોન આવ્યો હમણાં એ તરુણા માટે.’ ભાનુપ્રતાપે જવાબ આપ્યો.‘કોનો?’ થોડા ગભરાઈને રણજીતે પૂછ્યું. ‘એના બાપનો.’ભાનુપ્રતાપે કોલ કટ કર્યા પછી રણજીતે બીડીનો ઘા કરી, તરુણાની સામે જોઈને ખંધુ હસતાં હસતાં રણજીત બોલ્યો.‘ઈ મેં ભાનુપ્રતાપને