પ્રિયા હેડ ઓફીસથી ફોન આવ્યાં પછી કલકત્તાથી પેક અપ કરી મુંબઇ આવી ગયી. ધેર આવી એક દિવસ સંપૂર્ણ આરામ કર્યો. અને ભાભી સાથે કલકત્તા ના આખાં અનૂભવની ચર્યા કરી. આખી વાત સાંભળ્યા પછી ભાભી એ કહ્યું કે કદાચ તારી મેમ તને એક પછી એક પરીક્ષામાં અજમાવી જૂવે છે. તેમની ગણતરી કાંઈક જૂદી હોય તેવું દેખાય છે. કારણકે છ મહીનાની નોકરીમાં કોઈ મેનેજર ના બનાવી દે અને તેમાંથી ત્રણ મહીનામાં પરત ના બોલાવે. કદાચ આનાથી પણ ભારે પરીક્ષા તારે આપવી પડશે. મનથી મકકમ રહેજે. પ્રિયા હવે ઉપરથી મૂંઝાઈ કે મેનેજરથી મોટી પરીક્ષા કઇ હોઈ શકે? તે