અરમાન ના અરમાન - 13

  • 3k
  • 1.2k

નેક્સ્ટ ક્લાસ હોડનો હતો અને એ આજે સબ્જેક્ટ રીલેટેડ ભણાવવાની જગ્યા એ દુનિયાદારીની વાતો કરવાના મૂડમાં હતા. પેહલા ઇન્ડિયા અને બીજા દેશો સાથેની તુલના કરી ત્યાર બાદ પોતાના વિષયને કેવી રીતે ભણવો એ વિષે વાત કરી અને ત્યાર બાદ પ્લેસમેન્ટ ઉપર આવી ટપકી પડ્યા. એણે કહ્યું કે એન્જીનીયરીંગના ચાર વર્ષ કેમ પુરા થઇ જશે એ ખબર પણ નહિ ખબર રહે. એટલા માટે અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દેજો નહીતર સારી જોબ માટે ભટકવું પડશે. એમણે એવું પણ કહ્યું કે અત્યારે એટલા બધા એન્જીનીયર બહાર ફરે છે કે રસ્તા ઉપર એક પથ્થર ઉઠાવીને મારશો તો એ પથ્થર એક કુતરાને વાગવાની જગ્યા