ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૭ : હવે શું કરીશું ? શીલા ઉતાવળે ચાલતી હતી. ટીકૂ એને કહી ગયો હતો કે બરાબર દસ વાગે અમારે ઘેર આવજે. પણ મામાના ઘરનું કામકાજ પરવારતાં ઠીક ઠીક વાર લાગી ગઈ હતી. એ સમયસર જઈને ફાલ્ગુની, વિજય, મીના અને ટીકૂને મળવા માગતી હતી. એના પગ ઉતાવળે ચાલતા હતા અને મગજ એથીય વધુ ઉતાવળે ચાલતું હતું. ટીકૂએ કહ્યું હતું કે પરોઢિયામાં દરિયાકાંઠે એક જુવાન ભટકાઈ ગયો હતો અને એણે કહ્યું હતું કે, મારે શીલાને મળવું ખૂબ જ જરૂરી છે ! કોણ હશે એ જુવાન ? મને શા માટે મળવા માગતો હશે ? મને શું