યોગ-વિયોગ - 30

(350)
  • 25.1k
  • 12
  • 16.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૦ શ્રીજી વિલાની બહાર નીકળીને અંજલિએ તરત ટેક્સી પકડી, ‘‘જે. ડબલ્યુ. મેરિયટ...’’ એની આંખો બંધ હતી અને એનો મોબાઇલ રણક્યો. એણે ફોન ઉપાડ્યો અને જોયા વગર જ ધારી લઈને કહ્યું, ‘‘નીકળી ગઈ છું, પહોંચું છું.’’ એક ક્ષણ માટે સામેથી કોઈ કશું ના બોલ્યું, પછી રાજેશનો અવાજ સંભળાયો, ‘‘બેબી, હું છું. આર યુ ઓ. કે....’’ ‘‘ઓહ, હા.. હા...’’ અંજલિ થોથવાઈ ગઈ, ‘‘પહેલા મા, પછી ભાભી અને હવે રાજેશ... શફ્ફાકને મળવાનું મારા નસીબમાં જ નથી. હમણાં જ પૂછશે ક્યાં જાય છે ?’’ ‘‘પછી ફોન કરું ? બિઝી છે ?’’ રાજેશના અવાજમાં એક અચકાટ હતો. ‘‘ના, ના, બોલોને...’’