પપ્પા સાથે સરખી વાત ન થઈ શકવાનો અફસોસ ધરાને હતો, તો ધીરજલાલને પણ ધરા સાથે વાત ન થઈ એનો રંજ હતો પણ બંને એ પોતાના મનને એમ કહીને મનાવ્યું કે પછી તો અમે સાથે જ છીએને... પછી નિરાંતે વાત કરશું... એક તરફ શ્રીમંતની વિધિ શરુ થઈ અને બીજી બાજુ નિશા એના કાકા એટલે કે ધીરજલાલને પૂછવા લાગી કે તમે વહેવારમાં શું કરવાનાં છો?? કોને શું આપવાના છો?? અને ધીરજલાલ પણ નિશાના મનમાં શું છે એ વાતથી અજાણ હતા એટલે ભોળાભાવે બધું કહેવા લાગ્યા, અને નિશા બધામાં વધારો કરાવવા લાગી, મતલબ જ્યાં જ્યાં