સત્યમેવ જયતે એષણાનો ગોરો ભરાવદાર ચહેરો એક મધૂર સ્મિત જેને જોઇ પૂનમના સોળેકળાએ ખીલી ઉઠેલો ચંદ્ર પણ શરમાઈ જાય,તેવો ભાસ થતો હતો, તેની સુંદરતા હતી,આંખોને ઠારે તેવી મનમોહક હતી.તેની અણિયારી આંખોમાં રહેલી નાદાન મસ્તી મધ્યમ બાંધો,હવામાં લહેરાતા સોનેરી વાંકડીયા હવામાં લહેરાતા વાળ,તેના દાડમના દાણાની જેમ ક્રમબધ્ધ ગોઠવાયેલા દાંત આ કાચની પૂતળી સમી સ્ત્રીને બનાવવા કુદરતને પણ કઠોર પરિશ્રમ કરવો પડ્યો હશે તેવું એષણાને મળનાર લોકો માનતા હતાં.તે સાહસિક, મહેનતી, વિનમ્ર ,ઉચ્ચ વિચારો ધરાવતી સંસ્કારી,બીજા માટે પોતાની જાતને ઘસી નાંખવાવાળી યુવતી હતી.એષણા દરેકની મદદમાટે તત્પર રહેતી હતી,માટે દરેક પુરુષના સપનાંની જીવનસંગીની હતી.પણ એષણાને લગ્ન અને