તારા જોડે

(50)
  • 5.1k
  • 1
  • 1.3k

સોફા પર બેસેલો નિરવ વિચારમાં ગરકાર થઇ ગયો હતો. ચહેરા ઉપર ચિંતાની રેખા, લાલ-લાલ આંખો અને તેમાંથી વહેતા અશ્રુ પરિસ્થિતિની ગંભીરતા વ્યક્ત કરતા હતા. પત્ની મીરાના વાક્યો વારંવાર નિરવનાં કાનમા ગુંજતા હતા..... 'આખરે પસંદ ન હતી તો લગ્ન કેમ કર્યાં ? ' પતિ - પત્ની વચ્ચેતો આવું ચાલ્યાજ કરે ને! પણ આ પ્રથમ વારનો ઝઘડો ન હતો પણ છેલ્લા એક વર્ષથી આ સિલસિલો દરરોજનો થઇ ગયો હતો.સોફા પર માથું ટેકવી શાંતિથી આંખો બંધ રાખી બેસેલા નિરવ ને વિચારો એ ઘેરી લીધો હતો. તેની આંખો સમક્ષ ફક્ત એકજ ચહેરો હતો "રાધિકા". M.Sc. નું સેકન્ડ સેમેસ્ટર અને પરીક્ષાની એ પુરજોશમાં ચાલતી તૈયારી,