ચોમેર પાણી માં સ્મૃતિ એવી દટાની કે માટી ના પડ ની વચ્ચે ખુદના શ્વાસ તોડી દીધા. છેક છેક નજર માંડી ને જોયું તો માત્ર આશ્વાસન આપતાં ઘર નું છાપરું દેખાયું. એ ઘનઘોર અંધારેલા વાદળો ફાટું ફાટું કરી રહ્યા હતા. વીજળીના ચમકારા થી આખું આકાશ ભયભીત થઈ રહ્યું હતું. ચોમેર તે સૂરજ ના અજવાળામાં અમાવસની અનુભૂતિ થઈ રહી હતી. ઘરમાં કેદ થઈ રહેલું એક યુગલ અને છ વર્ષ નું બાળક. વીજળી ના એ ચમકારા માં કાટકા ના પડગમ અવાજની ભીતિ થી કાન પર