‘ડેડ તમને ખબર સે આયા શિવરાત નો મેળો બવ મસ્ત થાય હોં’. અજયભાઈ આ મિશ્ર ભાષા થી હસી પડ્યા. ‘અને દિવાળી પસી દેવદિવાળી પર લીલી પરકમ્મા પણ થાય , બવ દૂર દૂર થી લોકો પરકમ્મા કરવા આવે . આ મારો ગિરનાર તો ભોળા નું સથાનક સે , અયા તો પેલા જિનો (જૈન) ના ભગવાન પણ વસે સે . બવ ઊંચો સે મારો ગિરનાર એટલું જ એનું દિલ મોટું સે . લોકો ની ભીડ એના દશૅને આવતી જ રે સે .આ તો સાન