સ્કૂલમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. કીર્તિ કોલેજ માં પ્રોફેસર હતી તેને પણ રજા મળી હતી. પણ પતિ તો પોલીસમાં હતા એટલે તેમને છુટ્ટી મળી નહિ. તે રાત્રે કીર્તિ પિયર જવા માટે તેના પતિ પાસેથી પરવાનગી માંગે છે. તેનો પતિ પહેલાં તો ના પાડે છે. પણ કીર્તિ એ કહ્યું મને ખબર છે તમે કેમ ના પાડી રહ્યા છો પણ ચિંતા કરો નહિ ભલે અમદાવાદ થી મારું પિયર ગાંધીધામ દૂર રહ્યું પણ હું અને આપણા દીકરા ને સમામત રીતે જઈશ. મને આટલું લાંબું ટ્રાવેલિંગ ના ડર થી તને ના પાડી રહ્યો હતો પણ એક વર્ષે તારે ત્યાં જવાનો વારો આવશે એટલે