શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૮: "સ્ત્રી.. વો સબ જાનતી હે."સાહેબ, કાલે તો મારૂ હાર્ટ ફેલ થતા થતા રહી ગયું,અમારા રાતના બાઉન્સર અમિત ભાઇએ ચિંતાતુર મોઢે મારી સામે પોતાની વ્યથા વ્યક્ત કરી.પિડિયાના વોડૅમા સગા સંબંધીઓને સંભાળવા ઘણુ અઘરુ કામ છે, જેના માટે બાઉન્સરની મદદ લેવીજ પડે તેમ છે.દરેકને પોતાનુ બાળક વ્હાલુ હોય છે, પણ જો એ વ્હાલ તેની ટ્રીટમેન્ટમા વચ્ચે આવે એ વ્યાજબી નથી.ઘણા સંઘર્ષો સર્જાય છે, જ્યારે એ વ્હાલ રોકવાનો પ્રયાસ થાય ત્યારે.શું થયુ અમિત ભાઇ? મે પૂછ્યુ.સાહેબ આપણી પેલી જૂની બિલ્ડિંગની લિફ્ટ જોડે ખુરશી નાખીને હું બેઠો હતો અને એટલામા એક ગાંડો માણસ આવ્યો, મને કે,"મારુ પ્લેન નીચે