સરળ સંહિતા મોતીની.... - ૭

  • 2.7k
  • 1k

૧૩.યુદ્ધ આમ પણ જીતી શકાય!વિશ્વના ઇતિહાસના તખ્ત પર તારીખ હતી ૧૯ મે,૧૭૯૮.નેપોલિયનની નકારાત્મક ગતિ ધરાવતી અને સત્તાલાલસાથી ભરપૂર છતાં અસરકારક યુદ્ધકુશળતા અને પ્રતિભા સામે યુરોપના અન્ય દેશોનો પ્રથમ સંઘ તો સંધિ સ્વીકારી ચુકેલો.પણ નહોતી શાંત થઈ નેપોલિયનની મહત્વકાંક્ષા કે નહોતા હિંમત હાર્યા યુરોપના અન્ય દેશો! પહેલા સંઘમાં એ સમયે પોતાની ઉત્કૃષ્ટ નૌકાસેનાને લીધે 'સમુદ્રની મહારાણી' ગણાતું ઈંગ્લેન્ડ જ નેપોલિયન સામે યુદ્ધ શરૂ રાખી શકેલું.તેમને શક્તિથી હરાવવું નેપોલિયન માટે અશક્ય હતું આથી નેપોલિયને પહેલા આફ્રિકામાં ઇજિપ્ત કબજે કરી સિરિયા,મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન થઈ હિન્દુસ્તાન પહોંચી ઈંગ્લેન્ડની સત્તાનો અંત આણવો એમ નક્કી કર્યું.વાસ્તવમાં તો આ નેપોલિયનને પણ સિકંદરની માફક 'પૂર્વ'નું આકર્ષણ