પડછાયો - 5

(45)
  • 4.2k
  • 2
  • 1.8k

સમીરના ઘરે પહોંચીને પાર્કિંગમાં કાવ્યાને ફરી પડછાયો દેખાયો. સમીર અને અમન બંને આગળ ચાલી રહ્યા હતા અને કાવ્યા તેમની પાછળ ચાલી રહી હતી. તેણે પાછળ ફરીને કાર પાસે જોયું તો પડછાયો ત્યાં જ હતો અને કાવ્યાને હાથના ઈશારાથી પોતાની પાસે બોલાવી રહ્યો હતો. કાવ્યા તેને જોઈને ખુબ જ ડરી ગઈ. તે દોડીને અમન અને સમીર પાસે પહોંચી ગઈ અને તેમની સાથે ઘરમાં ચાલી ગઈ. અમન અને સમીર આ વાતથી અજાણ પોતાની વાતોમાં જ પડ્યા હતા. કાવ્યાના શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ. તેના પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવા લાગી અને થોડી જ વારમાં તે સ્વસ્થ થઈ ગઈ અને ત્યાં સામેથી સમીરની પત્ની શબાના