પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 7

  • 2.4k
  • 970

માણસ તેની પરિસ્થિતિ ની આબોહવામાં શ્વાસ લે છે પણ એક આખું આકાશ તેને જીવાડવા મથતું હોય છે. આ પ્રશ્નમાંથી જન્મે છે, દ્વંદ. ઘેરાયેલી વાસ્તવિકતા તેને સતત કોઈ એક અંક બનાવી મુકવા પ્રવૃત્ત હોય છે. તો બીજી તરફ ચંચળ મન પ્રિય -અપ્રિયની, વસંત-પતઝડ અને ટુ બી ઓર નોટ'ટુ બી'ની મથામણમાં રાચતું હોય છે.. પણ જીવન એટલું બધું સરળ છે, જેની પાર્ટી પર અક્ષર પાડયા તે જ અક્ષત રહે? કશું ક્યારેય શાંત કે સ્થિર નથી રહેતું .. મળવા નો ટાઇમ આપ્યો હતો અને નવ વાગે પહોંચવાનું હતું.અમેરિકન બ્રાન્ડના ફાઈન ફોમ લિક્વિડ સોપ થી શરીરને રગડી સ્નાન કરવામાં જ કલાક પસાર કરી દીધો...