તમે પણ અધીરા છો એ જાણવા માટે કે આખરે એણે શું નિર્ણય કર્યો? ચાલો, જોઇએ. તમે કયાંક તો આ સુવિચાર વાંચ્યો જ હશે કે ખુદ નો મન પર કાબુ એટલે વિકાસ અને મનનો ખુદ પર કાબુ એટલે વિનાશ અને આપણી નિયતિ એ તો વિકાસ કરવાનો હતો. આ રીતે એ પોતાની લાગણી ને દૂર કરી ને તન્મય સાથે જ આગળ કામ કરવાનું નક્કી કરે છે અને વિચારે છે કે એમ પણ કામ પુરતાં જ તો સાથે હોઇશું તો એટલો વાંધો નહીં આવે. પણ એને શું ખબર હતી કે ભવિષ્યમાં એની સાથે શું થવાનું હતું?તન્મય અને નિયતિ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.