ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 28

  • 3.8k
  • 1.4k

સપ્ટેમ્બર મહિનો આવી ગયો હતો. આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વયં શિક્ષક દિવસ આ આ સપ્ટેમ્બર મહિનામાં જ ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બરે દર વર્ષે આપણે સૌ શાળામાં સ્વયં શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આજ ની વ્યાખ્યા થોડી ઉલટી છે, આ દિવસ વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકોને વધારે વહાલો લાગે છે. રોજ લેક્ચર લેતી વખતે ત્રાસ આપતા વિદ્યાર્થીઓને હેરાન કરવાનો આજે આ દિવસે શ્રેષ્ઠ મોકો શિક્ષકો પાસે હોય છે. ઘણી શાળાઓમાં આ દિવસે શિક્ષકો વિદ્યાર્થી બનીને બેસે છે. પોતાની અત્યાર સુધી ની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી લે છે, આ દિવસે શિક્ષકો શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન કરે છે