વેધ ભરમ - 9

(170)
  • 10k
  • 7
  • 6.4k

જીપ ઉમરા પોલીસ સ્ટેશનથી વરાછા તરફ દોડી રહી હતી. દર્શનનુ મૃત્યુ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં થયુ હતુ, એટલે આ કેસ ઉમરા પોલીશ સ્ટેશનનો ગણાય. આમ છતા દર્શન અને તેને લગતા બધા જ વ્યક્તિઓ સુરતના સામેના છેડે વરાછા વિસ્તારમાં રહેતા હતા એટલે બધી તપાસ કરવા ત્યાં જ જવુ પડતુ. જોકે અમુક કેસ એવા હાઇ પ્રોફાઇલ હોય છે કે તેને કોઇ પોલીસ સ્ટેશન કે વિસ્તારની હદ નથી નડતી. દર્શન જરીવાલ સુરતનુ એક એવુ નામ હતુ કે જેનુ મૃત્યુ થાય એ જ એક મોટા સમાચાર બની જાય. એટલે જ કમિશ્નરે સાવચેતી રુપે તેના બેસ્ટ ઓફિસર એવા એસ.પી રિષભ ત્રિવેદીને આ કેસ પર કામે