ભોંયરાનો ભેદ - 6

(39)
  • 4k
  • 5
  • 2.5k

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૬ : સોભાગચંદે શું કીધું ? ફાલ્ગુનીએ પેલા અજાણ્યા જુવાનનો ડાબો હાથ પકડી રાખ્યો હતો. જાણે મડાગાંઠ ભીડી હોય એમ એ ભીડાઈ ગઈ હતી. ભલે પોતે કપાઈ મરે, પણ હાથ છોડે નહિ ! ટીકૂએ પણ સ્ફૂર્તિથી છટકીને જુવાનનો જમણો હાથ પકડી લીધો અને કોઈ જળો વળગે એમ એ હાથને વળગી પડ્યો. પેલા જુવાને છટકવા માટે ઘડીભર કોશિશ કરી પણ, પછી કોણ જાણે કેમ, એ ઊભો જ રહી ગયો અને જોર જોરથી ડોકું ધુણાવવા લાગ્યો. એ શા માટે આમ ટાઢો પડી ગયો એની છોકરાંઓને સમજ ન પડી. કદાચ એનું એક કારણ હોડીમાંથી સંભળાયેલો બોલાટ હશે.