પગરવ પ્રકરણ – ૧૪ સવિતાબેન પર અચાનક સૌનકભાઈની નજર પડતાં એ દોડીને આવ્યાં...એમણે સાડીને એકદમ ખેંચીને દૂર કરી દીધી. ભગવાનની કૃપાથી સવિતાબેનને કંઈ ન થયું પણ આજે પહેલીવાર પૂજાનો દીવો હોલવાઈ જતાં એ ગભરાઈ ગયાં. ને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યાં કે હે ભગવાન સમર્થને સલામત રાખે...!! ને થોડાં દિવસમાં આ ઘટનાં ભૂલાઈ ગઈ...!! સમર્થ અને સુહાની બંનેનું વતન ડભોઈ. સમર્થ એ લોકોનું એક ઘર પણ ગામમાં છે. પણ એનાં મમ્મી પપ્પાની જોબને કારણે એ વર્ષોથી બહાર જ રહે છે. ગામમાં એક જૂનું ઘર છે પણ વર્ષોથી ક્યારેય આવતાં ન હોવાથી એ એવી જર્જરિત સ્થિતિમાં જ હતું. આ વખતે સવિતાબેન અને