ધ કોર્પોરેટ એવીલ - 1

(137)
  • 17.4k
  • 21
  • 11.2k

પ્રકરણ-1ૐશ્રી1।।। ૐ નમો નારાયણાય ।।ધ કોર્પોરેટ એવીલ બોરીવલી વેસ્ટનું રેલ્વેસ્ટેશન... પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી એક પછી એક ફાસ્ટ અને લોકલ ટ્રેઇન આવતી જતી હતી ઉતરનારાં અને ચઢનારાં ઘેટાં બકરાની જેમ ટોળામાં ધક્કામુક્કી કરતાં ચઢતાં અને ઉતરતાં હતાં. પ્લેટફોર્મ પર આવેલાં ખાણીપીણીનાં સ્ટોલ પર ચા, વડાપાંઉ અને સમોસા ખાનારાં ટ્રેઇનની અવરજવર જોતાં આરામથી ખાઇ રહેલાં. ભોંસલે સ્ટોર્સ પર ખાણીપીણીની બાજુમાં નાનકડો પાન મસાલા-ગુટકાનો ગલ્લો સાચવતો રઘુ ભોંસલે ધરાકને પાન, બીડી સીગરેટ જે માંગે એ બધુ આપી રહેલો. રઘુ ઊંમર હશે આશરે 35 થી 40 ની વચ્ચે પણ જબરો ખુરાટ હતો. આવતા જતાં બધાં પેસેન્જર પર નજર રહેતી અને બધાનાં ચહેરાંનો