આત્માની અંતિમ ઇચ્છા - ૮

(58)
  • 4.4k
  • 2
  • 2.2k

આત્માની અંતિમ ઇચ્છા ૮-રાકેશ ઠક્કરપ્રકરણ-૮ લોકેશ લસિકા વિશે જાણવા અત્યંત આતુર હતો. લસિકાના ગામની મહિલાને તેણે પૂછ્યું ત્યારે તેણે મોં પર કોઇ ભાવ વગર એક જ શબ્દ 'ગઇ..' કહ્યો અને લોકેશ પર જાણે વીજળી પડી. લસિકા એટલી માંદી હતી કે જીવી ના શકી? લસિકાની ખબર કાઢવા જવામાં તેણે મોડું કેમ કર્યું? લસિકાને કઇ બીમારી થઇ ગઇ હશે? કે તે અગાઉથી જ કોઇ બીમારીથી પીડાતી હતી? મેં એને પાણીમાં ડૂબતા બચાવી પણ એ બીજા કારણથી બચી નહીં શકી હોય? જેવા અનેક અમંગળ વિચારો તેના મગજમાં મધમાખીના ટોળાની જેમ ધસી આવ્યા. પછી લોકેશને થયું કે તે કંઇ જાણ્યા વગર આવા અમંગળ વિચારો શા માટે