અલી લીમડા વાળી વાવ પરથી કોદરભાઈની આત્માને જોયા પછી ઊભી પૂંછડીએ ભાગ્યો. સામે ધરોઈ ડેમની આડી પાળ દેખાતી હતી. એ પાળ પર થઈને રસ્તો સામા કિનારે લઇ જતો હતો.બે કિલોમીટર જેટલું અંતર કાપી અલી ઉગમણી દિશા તરફ ચાલ્યો હતો. હવે એને આથમણી દિશાએ ત્રણેક કિલોમીટર ચાલી હાઇવે સુધી પહોંચવાનું હતુ.અલીએ એક પણ વાર પૂંઠ ફેરવીને પાછળ જોયું નહોતું. કારણકે અલી ઘણીવાર આવી રીતે અંધારાની ઓથ લઈ કાળી રાતને માથે લઇ ચુક્યો હતો.ડેમની પાળ પર લઈ જતો રસ્તો એને પકડી લીધો. ઉપર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો ત્યાં એને સફેદ આકૃતિ ફરતી દેખાઇ.ફરી એના ધબકારા વધી ગયા..માથા પર રહેલા વજનને