રોજના સમય પર તે ઓફિસ પર પહોંચી ગઈ. આજે પણ નિરાલી નહોતી આવવાની. આજે પણ તેને આખો દિવસ એકલા જ રહેવાનું હતું. ઓફિસમાં આવી સીધો ફોન હાથમાં લીધો ને બધા જ મેસેજ જોયા. ફેસબુક ઓપન કર્યું. શુંભમનો તે પછીનો કોઈ મેસેજ ના હતો. તેમનું લાસ્ટ સીન રાતના બે વાગ્યાનું બતાવી રહયું હતું. જયારે કોઈ મતલબ જ નથી તો શું કામ તેની ડિપીને જોઈ હું પરેશાન થાવ એ વિચારે તેમને ફેસબુક બંધ કરી બીજું કામ કરવા લાગી. બપોરના લંચ સમય સુધી કોઈ વિચાર ના હતો. ફટાફટ જમી હાથમાં મોબાઈલ લીધો. આટલા સમયથી મોબાઈલ જોયો ના હતો તો