જવાબદારીની પરીક્ષા

  • 2.8k
  • 934

મંછા ડોશી બાજુમાં રહે, ડોશો બિચારો ક્યારનો ઉકલી ગયેલો. પરિવાર એકદમ ઠરીઠામ અને વૈભવ વાળો. સમાજમાં ખૂબ નામના હતી કારણ દીકરો કંપનીમાં સારી પોસ્ટ પર અને તેને ત્રણ દીકરા, પાછા ત્રણેય ડોકટર. ઘરમાં ભરપૂર જાહોજલાલી. કોઈ જુએ તો એને ઈર્ષા આવે. ત્રણેય પૌત્ર હજી કુંવારા. મંછા ડોશી ખૂબ ગર્વ લે કે, "એ જયારે બારમા હતા ત્યારે મેં રાતના બાર બાર વાગે સુધી ચા - નાસ્તો કરાવીને વાંચવ્યા, ત્યારે આજે ડોકટર છે." સમાજમાં પણ ખૂબ નામના. હતું પણ એવું જ, તેઓ અંતરિયાળ ગામડામાંથી શહેરમાં આવીને વસેલા, દિનેશ દાદા કોઈ ફેકટરીમાં કામ કરતા હતા. પાંચ બાળકોનું મોટું કુટુંબ, એટલે મંછા ડોશી ઘરે