કરણુંભા તેમના વિચારોમાં ઊંડા ઉતરતા જતા હતા. આજથી દસ વર્ષ પહેલાં બનેલી ઘટના એમની આંખો સામે ફરી તાજી થતી હતી. કરણુંભા અને હમીરભા વચ્ચેનું વેર આમ તો છ-છ પેઢીથી ચાલ્યું આવતું હતું. પણ, જેમ કોઈ ઘટાટોપ વૃક્ષને સમયસર પાણી આપવામાં ના આવે તો તે સુકાઈ જાય, તેમ જો કોઈ દુશ્મની હોય અને તેના યોગ્ય સમયે તીખારા ના થાય તો તે પણ વૃક્ષની જેમ સુકાવા લાગે છે. છેલ્લી બે પેઢીથી આ વેર આવા જ એક વૃક્ષની માફક સુકાતું જતું હતું. ભલે,