હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૯

  • 4.1k
  • 1.3k

“હે ગુરૂદેવ! આપે જ મને શિખવાડ્યું હતું કે યુધ્ધ બે સમોવદીયાઓ વચ્ચે થાય છે.” “તારો કહેવાનો અર્થ શું છે?” “હે ગુરૂદેવ! આપ મારી જેમ જ કવચ ધારણ કરીને તથા રથ પર આરૂઢ થઈને આવો.” “હે શિષ્ય! આ ધરતી મારો રથ છે તથા વેદ મારા અશ્વો છે, પવન સારથી છે તથા વેદમાતા ગાયત્રી મારૂં કવચ છે.” “તો ગુરૂદેવ આપની સાથે યુધ્ધ કરવાની મને આજ્ઞા આપો.” “મારા આષિશ હંમેશા તારી સાથે જ છે. જા અને એ રીતે યુધ્ધ કર કે જેથી તારા ગુરૂની લાજ જળવાઈ રહે.” બસ આ વાત પિરી થઈ કે તરત મારા તથા ગુરુ પરશુરામ વચ્ચે યુધ્ધ આરંભાઈ ગયું.