રિયા - the silent girl... part - 3

  • 3.8k
  • 1
  • 1.4k

દરરોજ ની જેમ રિયા આજે પણ સ્કૂલ ના દરવાજા સુધી આવી અને કોઈનું ધ્યાન ના દોરાય તેમ ત્યાંથી છટકી ને નીકળી ગઈ. ચાલતી ચાલતી એક નાના અમથા ઘર આગળ પહોંચી. સવાર નો સમય હતો. 8 વાગ્યા હતા અને ઘર નો માલિક જાણે તૈયાર થઈ પોતાના કામ પર જતો હતો અને રિયા અહીંયા ઘર ની બહાર કોઈ ની રાહ જોઈને ઉભી હોઈ તેમ ઉભી રહી. એટલામાં દરવાજો ખૂલ્યો અને એક હટોકટ્ટો , 6 ફૂટ ઊંચો અને વિશાળ કદ ધરાવતો, એકદમ ફિટ અને તંદુરસ્ત બોડી ધરાવતો આદમી બહાર નીકળ્યો. રિયા તેની પાછળ પાછળ ગઈ. અને થોડે જ આગળ જતાં તેણે તે