ડફોળ - ભાગ 2

  • 3.5k
  • 1
  • 974

"ડફોળ" શબ્દ સાંભળીને એસ.પી. અમિતકુમાર ૨૦ વર્ષ પાછળ ચાલ્યા ગયા. તેમને પોતાના બાળપણની એક દુઃખદ ઘટનાનું મનમાં સ્મરણ થઈ આવ્યું જે ઘટના વિશે એ ક્યારેય નહી ભૂલી શકે, આ એ જ ઘટના હતી જેણે અમિત કુમાર ને એસ.પી. અમિત કુમાર બનાવ્યા હતા. વાત જાણે એમ હતી કે એક વખત બાળપણ માં સ્કૂલમાં સ્થાનિક રજા હોવાથી અમિત કુમાર પોતાના પિતા બ્રીજમોહન સાથે એમની કામ કરવાની જગ્યા પર ગયા હતા.અમિત કુમારના પિતા બ્રિજ મોહન એક સરકારી કચેરીમાં સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતા હતા. બે ત્રણ ખખડેલા ઓરડા વાળી સ્કૂલમાં ભણતા અમિત કુમાર આવડી મોટી સરકારી કચેરીની ઈમારત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને કચેરીની