ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 27

  • 4.2k
  • 1.4k

વિદ્યાર્થી જીવન, જીવનનો એ સુવર્ણકાળ છે, જ્યારે ઉમંગો, આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે, નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે, નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે છે. દિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ અને સંભાવનાઓથી ભરપૂર આ જીવન ૫ર વાલીઓનું જ નહિ આખા ૫રિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે. મારા મતે વિધાર્થી જીવન એક કોરી નોટબુક જેવું છે. આ નોટબુકમાં સારા શીક્ષકો રૂપી કલમથી સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો આ નોટબુક ભવિષ્યમાં એક શ્રેષ્ઠ પુસ્તક બનીને અનેક લોકોના