રંગ બદલતી દુનિયા

  • 4.4k
  • 1k

આજે તમે અને તમારા પતિ નિરવ,સમાજનું આદર પાત્ર નામ છો.લોકો તમને સન્માનની નજરે જુએ છે.જયાં જાઓ છો ત્યાં લોકો તમને મદદ કરવા તૈયાર છે.એવા લોકો કે જે તમને કશું માનતા ન હતાં,એ આજે તમને એમનું ગૌરવ માને છે,નિરાલી. એ સંધર્ષનો સમય તમને યાદ છે,જ્યારે તમે ગરીબ નિરવ સાથે તમારા માતા-પિતાની ઉપરવટ જઈને લગ્ન કરેલાં. લોકો એ નીરવ અને તેના પરિવાર વિશે તમારા મમ્મી પપ્પાની એ હદ સુધી કાનભંભેરણી કરેલી કે નીરવ સાથે છોકરીના લગ્ન કરવા એના કરતાં એને ઝેર પીને મારી નાંખવી સારી. અરે, નીરવના એક દોસ્ત કે જે તમારા ઘર સાથે સારો સંબંધ ધરાવતાં હતો,એણે તમને આવીને કહેલું 'નીરવને