એક ભૂલ - 1

(39)
  • 8.5k
  • 4
  • 4.7k

રવિવારનો દિવસ હતો. બપોરના 2 વાગ્યા હતાં, છતાં અડધી રાત જેટલું અંધારું હતું. આખા સુરતને કાળા વાદળોએ ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ઘોર અંધારામા આકાશમા થતી વીજળી વાતાવરણને ભયાનક બનાવી રહી હતી. એનાથી વધુ ભયાનક પરિસ્થિતિ આજે મીરાની હતી. મનમા એકસાથે કેટલાય પ્રશ્નો થઈ રહ્યા હતાં. દિલનું એ દર્દ આંખોમાંથી અશ્રુરૂપે બહાર નીકળી રહ્યું હતું. "મારી એવી શું ભૂલ થઈ ગઈ કે એણે મારી સાથે આવું કર્યું. શા માટે એ મને છોડીને ચાલ્યો ગયો... એવું તે શું થયું કે એની પાસે મારી વાત સાંભળવાનો પણ ટાઈમ નતો.." અને મીરા પોતાની જાત સાથે વાત કરતી કરતી સવારની