ગામડાની પ્રેમ કહાની - ૧૦

(40)
  • 6.2k
  • 2
  • 2.5k

ગામડાની પ્રેમકહાની સુશિલાબેને પોતાની વાત મનાવી આરવને રોકી જ લીધો. પણ આગળ શું થાશે, એ જાણવાં બધાં આતુર હતાં. ભાગ-૧૦ દેવરાજભાઈ અને મનિષાબેનની એક રાત સુશિલાબેનના ઘરમાં જેમતેમ કરીને વીતી ગઈ. સવાર પડતાં જ મનિષાબેનને પોતાનું મંદિર યાદ આવ્યું. અમદાવાદમાં તો એ રોજ પોતાનાં ઘરનાં મંદિરમાં લાડુ ગોપાલ ની પૂજા આરતી કરતાં. પણ અહીં એ શક્ય નહોતું. મોબાઈલમાં પાડેલો લાડુ ગોપાલ નો ફોટો જોઈ, તેનાં દર્શન કરી, મનિષાબેને પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. હવે આ શુભ શરૂઆત ક્યાં સુધી શુભ રહેશે, એ તો સુશિલાબેનના હાથમાં હતું. "નાસ્તો બની ગયો??" ધનજીભાઈએ રસોડામાં આવીને સુશિલાબેનને પૂછ્યું. સુશિલાબેન તરફથી કોઈ જવાબ નાં મળતાં,