સાજિશવરસો પહેલાની વાત... લગભગ પચ્ચીસ વર્ષ. ઈશ્વર પ્રત્યેક ક્ષણે દસ્તક આપી માનવીને સજાગ કરે છે. પણ સાજિશ એનું કામ કરી જાય છે. આવી જ એક કહાની બેંગલોર માં રહેતાં પરિવારો વચ્ચે રચાય જાય છે. બિલકુલ એ કુદરતી રીતે નહિ પણ એક ઈન્સાન નાં શાતિર દિમાગ ની એ ઉપજ હતી જે ઘણા વરસો સુધી પડદો રહયા બાદ ઉચકવા જઈ રહ્યો હતો. દેબોજીત એક અમીર પિતાનો લાડકોડથી ઉછરેલો દિકરો હતો. પિતા બિમલ રોય એક બહુ મોટાં સરકારી અધિકારી હતા. એમને સંતાનમાં બે પુત્રો અને એક પત્ની. ભાઈ,ભાભી,બહેનોનો પરિવાર હતો. ખૂબ ગરીબી માથી આગળ આવ્યા હતા. બિમલ રોય જ્યારે નાનાં