સ્વીટીએ આંખો ખોલી તો તે એક બંધ ઓરડામાં કેદ થયેલી હતી. તેણે બચાઓ બચાઓની ખૂબજ બૂમો મારી પણ તેનો અવાજ ગળામાં જ રૂંધાઇ જતો અને પાછો વળી જતો. સ્વીટી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. તેણે ફરી ડરના માર્યા પોતાની આંખો બંધ કરી દીધી. તેની આંખોના અમીપટમા તેનો ભૂતકાળ તરવરવા લાગ્યો. સ્વીટી, એક અલ્લડ અને બિન્દાસ કહી કહી શકો એવી 21 વર્ષની છોકરી. ઘરમાં એકમાત્ર સંતાન હોવાથી સૌની લાડકી. તેનું સપનું મુંબઈમાં આવીને બૉલીવુડની હિરોઈન બનવાનું હતું. તેના પપ્પાને આ બાબતે વાંધો હતો. ઘરનાં લોકોની ના હોવા છતાં પોતે એકલી સાહસિક બનીને પોતાના અધૂરા સપના પૂરા કરવા કોઈને કહ્યા વગર નીકળી