યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૮ લક્ષ્મી સૂર્યકાંત મહેતાની બાજુમાં બેઠી હતી. સૂર્યકાંત મહેતાના મનમાં એક અજબ જેવો ઉચાટ હતો. એમને કોઈ રીતે સમજાતું નહોતું કે વસુના મનમાં આખરે હતું શું ? અહીં બોલાવીને શું ઇચ્છતી હતી ? ‘‘બોલાવ્યા પછી એણે ન કોઈ ફરિયાદ કરી કે ન મારા આવ્યાનો કોઈ મોટો આનંદ જાહેર કર્યો. જાણે કોઈ એક માણસ બહારગામથી આવ્યો હતો, થોડું રોકાવાનો હતો અને પછી ચાલી જવાનો હતો !’’ લક્ષ્મી હળવે હળવે સૂર્યકાંત મહેતાના માથામાં હાથ ફેરવતી હતી. એ પિતાનો ઉચાટ અને અસુખ જોઈ શકતી હતી. થોડું ઘણું સમજી પણ શકતી હતી. સૂર્યકાંત મહેતાના મનમાં જાણે વિચારોનું ચક્ર ભયાનક