પિશાચિની - 6

(83)
  • 9.1k
  • 8
  • 4.8k

(6) ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ ! ! ડૉરબેલ વાગી ઊઠી અને જિગરના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીના બોલી ઊઠી કે, ‘‘જિગર ! બહાર પોલીસ આવી છે ! વિશાલના ખૂનીને શોધવા માટે ! ! ઊભો થા અને દરવાજો ખોલ ! ! !’ એટલે જિગર પોતાની જગ્યા પર સજ્જડ-બંબ થઈ ગયો. તેની નજર સામે સબ ઈન્સ્પેકટર બાજવાનો પ્રભાવશાળી ચહેરો તરવરી ઊઠયો. ‘મેં પ્રેસ અને ટી. વી.વાળાઓ સામે કહેલું ને કે, હું ખૂનીને વહેલી તકે પકડી લઈશ ! જો, મેં તને પકડી લીધો ને !’ કહેતાં સબ ઈન્સ્પેકટર બાજવા તેને ઢસડીને ઘરની બહાર ખેંચી જતો હોય એવું દિલ કંપાવનારું દૃશ્ય