મેઘના - ૨૧ ( અંતિમ ભાગ )

(37)
  • 3.7k
  • 3
  • 1.3k

અંજલિ વીરા સાથે વાત કરી રહી તે સમયે અંજલિના ફોન પર તેના હસબન્ડનો કોલ આવ્યો એટલે તે ફોન લઈને થોડે દૂર જતી રહી. વીરા સોફામાં બેસીને વિચારતી હતી કે જો અંજલિ અહી થોડો સમય રહેશે તો મેઘનાને માનસિક રીતે સહારો મળશે. આમ સાંજ પડી એટલે રાજવર્ધન ઘરે પાછો આવ્યો. રાત્રે ડિનર કરતી વખતે રાજવર્ધને અંજલિને મુંબઈ આવવાનું કારણ પૂછ્યું ત્યારે અંજલિ કઈ બોલે તે પહેલાં વીરાએ તેના સવાલનો જવાબ આપ્યો. પછી વીરાએ રાજવર્ધનને બપોરે થયેલી બધી વાત કહી. તે સાંભળીને રાજવર્ધન પણ આનંદિત થઈ ગયો. તેના બીજા દિવસથી તેમનો નિત્યક્રમ બદલાઈ ગયો. વીરાએ હોસ્પિટલમાં જવાનું બંધ કરી દીધું. તેણે 10 મહિનાની મેડિકલ