પ્રકરણ ૧૧“ સારું થયું તું આવી ચાલ… કાકીમાં કદાચ મારે ઘરે જ ગયા છે " પ્રેમ ઝડપથી ચાલવા લાગ્યો. તે ચાલતાં ચાલતાં જ રાધિકા ને કહી રહ્યો હતો. રાધિકા પણ તેની પાછળ દોરવાઈ. એ બંને સામેના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા ત્યાં જ સુમન બહેન તેઓને લિફ્ટના દરવાજા પાસે દેખાયા. તેઓ પૂજા સાથે બહાર નીકળી રહ્યાં હતા. પૂજા પુરે પુરી રીતે સુમન બહેનના ટેકે ઉભી હતી. સુમન બહેન એ સાડી નો છેડો કમર પર ખોંસેલો હતો. તેમનાં કપાળ પર પરસેવાના બુંદો જામી ગયા હતા તેઓ પૂજા ને ધીરેથી બહાર લાવી રહ્યા હતા. આ જોઈ રાધિકા અને પ્રેમ બંને તેમની પાસે પહુંચી ગયા.“ કાકી