૧૧.ભારતીય ચિંતન દક્ષિણ ભારતના એક મહાન વેદાંતી બ્રાહ્મણ વિશ્વનાથ પંડિત!ધર્મશાસ્ત્ર અને સંસ્કૃતની કેળવણી માટેનું ગુરુકુળ ચલાવે.અનેક શિષ્યોને વિશ્વની સર્વે ભાષાની જનની એવી ભાષાનું વિદ્યાદાન કરનાર આ મહાપંડિત સંપૂર્ણ રીતે વૈદિક જીવન જીવતા અને વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખતા.પણ આ આશ્રમ હતો,માતૃભાષા બોલવા પર મોટો ગુનો કર્યો હોય એમ સજા આપનાર સખ્ત શાળા ન હતી.અહીં તો બધું સ્વૈચ્છિક હોય કોઈ પર દબાણ લાવવામાં ન આવતું.ઋષિ પરંપરાથી ચાલતી આ આશ્રમશાળામાં અત્યાર સુધી બધા જ વિદ્યાર્થીઓએ પરંપરાનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું હતું. પણ એક વખતે એક અલ્લડ અને યુરોપમાં ભણેલો છોકરો આ ઋષિશાળામાં ભણવા આવ્યો-પ્રભાવિત થઈને નહિ પણ આ વ્યવસ્થાની નિરર્થકતા સાબિત કરવા!એને