જોકર – સ્ટૉરી એક લુઝરની – 48

(78)
  • 5.2k
  • 6
  • 2.3k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 48 લેખક – મેર મેહુલ “કોણ છે આ હરામી?”વિક્રમ દેસાઈ ઉર્ફે વિક્કી ગુસ્સામાં લાલઘુમ થઈ ગયો હતો.તેની સામે રેંગો બેઠો હતો.સુરતના એક ટ્રાવેલ્સના માલિકની હત્યા થઈ તેનાં સમાચાર પવન વેગે ફેલાયા હતા.વિક્કીને એની સાથે કોઈ નિસ્બત નહોતી.એક ઇન્સ્પેક્ટરે બોડીની તાપસ કરતી વેળાએ બોડીના હાથમાં એક ચિઠ્ઠી જોઈ હતી.એ ચિઠ્ઠી વાંચી તેનામાં લાલચ જાગી હતી.આમ તો એ વિક્રમ દેસાઈનો જ માણસ હતો પણ એ માત્ર રેંગા સુધી જ પહોંચી શક્યો હતો.આ ચિઠ્ઠીના બહાને વિક્રમ દેસાઈ સાથે મુલાકાત અને તેના નાસ્તાની રકમ લેવાં તેણે રેંગાનો કોન્ટેક કર્યો હતો.રેંગો હાલ તેને લઈને કોસંબાથી કિમ તરફ જતાં