કાવ્યસેતુ - 9

  • 3.9k
  • 1.7k

લખાણ નાની અમથી આંગળીઓ, ને એમાંય નરમાશ, કોમળતાના કદમથી, પેન ઉપાડી એક બાળકે!! ઘણું લખવાનો ઉન્માદ, સાહસ કરવા સમર્થ સમ, એ નથી ખબર શું કંડારશે, છતાં જીજ્ઞાશા ઊંડી છે, બધું જ આવડે છે, એ આત્મવિશ્વાસ સંગ, અંગુઠાના ટેકાથી, પેન ની પકડ કડક કરી, મૃદુતાથી શુભારંભ કર્યો!! તૂટક-તૂટક તો થોડી અલય, લીટીઓ માંડવાની ક્ષમતામાં, સંતોષ પૂરો એનો!!! ખુશીઓનો પાર નહોતો, આનંદિત એ આંગળીઓનો, ને મન ની મૃદુતાનો, એ પહેલી વાર લખાણનો!! "સેતુ' શ્વેતા પટેલ (24/04/2020) .................................................. લગ્નસંબંધ સહિયારા સપનાઓની કેડી,નાં તારી નાં મારી,પરિવારોનાં મિલનની,પરસ્પરના વ્યવહારોની,રિવાજોની,વડીલોના આશિષની,લગ્નની ચોરીના સગપણની!તુંય અજાણ ને હુંય અજાણ,ઓળખીતા તો માત્ર સંબંધી,ગોઠવી નાખી જોડી,એય ઈશ્વરના પ્રસાદ