લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 6

(22)
  • 4.2k
  • 3
  • 2.3k

આખા દિવસનો ઓફિસનો થાક ને તેમાં આજના આ વિચારોના કારણે તે થોડી વધારે થાકી ગઈ હતી. કયારેક ઘરે આવી તે મમ્મીને રસોઇ બનાવવામાં મદદ કરતી તો કયારેક વધારે થાકી ગઈ હોય તો એમ જ આવી આરામથી બેસી જતી. કાલ રાતનો ઉજાગરો ને આજના વિચારોના કારણે તેમનું માથું વઘારે ભારી હતું. તે ઓફિસેથી આવી થોડો નાસ્તો કર્યો ને સીધી સુઈ જ ગઈ. "શું થયું બેટા આજે કેમ વહેલા સુઈ ગઈ." પપ્પાએ આવતા જ સ્નેહાના માથા પર હાથ ફેરવ્યો ને તરત જ સ્નેહા જાગી ગઈ."કંઈ નહીં પપ્પા, થોડું માથું દુખતું હતું. " સ્નેહાએ તેમની આંખોને ખોલતા કહયું. "જમવું નથી તારે...??" પપ્પાએ કહયું. "ના.